Overview
ગુજરાત – દંતકથાઓની ભૂમિ
ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે.
ગુજરાત રાજ્યની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષ ની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમકે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.
ભારતમાં ગુજરાત સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવે છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે. ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.
ગુજરાત રાજ્ય પાસે ઘણાં આકર્ષણો છે, જેમ કે મહાન કચ્છનુ રણ, વિશ્વનું સૌથી મોટું મીઠું રણ, લોથલ અને ધોળાવીરામાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો આવેલ છે. આ રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો તેના વિવિધ મહેલો અને સ્મારકોમાં જોવા મળે છે, જેમાનાં કેટલાક વડોદરામાં લક્ષ્મી વિલાસ મહેલ, પાટણમાં રાણી કી વાવ, અમદાવાદમાં સિદી સૈયદ મસ્જિદ અને માંડવીના વિજય વિલાસ મહેલ છે.
ગુજરાત તેના રસપ્રદ વન્યજીવ માટે પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ગુજરાત એશિયાઇ સિંહોનું ઘર છે, જેઓને ગીર નેશનલ પાર્કમાં રાખવામા આવેલ છે. સમગ્ર રાજ્યમાં અન્ય પ્રસિદ્ધ વન્યજીવન અભયારણ્ય જેવા કે, મિતિયાળા વન્ય પ્રાણી અભયારણ્ય, રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય અને બરડા વન્યજીવ અભયારણ્ય આવેલ છે.
ગુજરાત કિનારા પરનું આશ્ચ્રયજનક ધાર્મિક સ્મારકોનું ઘર છે, જે પ્રવાસીઓને તેમની ભવ્ય શિલ્પકામ અને ઇતિહાસ સાથે આકર્ષિત કરે છે. આ બધામાં સૌથી પ્રખ્યાત સોમનાથ મંદિર છે, જે દેખાવમાં ભવ્ય છે. દ્વારકાધીશ મંદિર એક અન્ય આકર્ષણ છે, જે મુલાકાતીઓને તેની શિલ્પકામ અને દેખાવ માટે પ્રભાવિત કરે છે.
ગુજરાતમાં આવેલા હસ્તકલા અને કાપડ(ટેક્સટાઇલ) વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જેમાં અમદાવાદ તેની પ્રભાવી અને પેચ કાર્ય માટે પ્રસિદ્ધ છે, અમરેલી મણકાઓના કાર્યમાં શ્રેષ્ઠ છે. સુંદર હાથથી બનાવેલ પાટણ ના પટોળા, જયારે ઘરેણાં બનાવવાની કળા અને માટીકામની કળા ગુજરાતમાં ઉત્તમ સ્તરે પહોંચેલ છે.