દ્વારકાધિશ મંદિર જેને જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે
દ્વારિકા સોનાની નગરી તરીકે પ્રખ્યાત હતી. દ્વારિકા મંદિર અસંખ્ય યાત્રીઓને ભગવાન શ્રીકૃષ્ણ તરફ આકર્ષે છે. દ્વારિકા સોનાની નગરી અરબ સાગરમાં ડૂબી ગઇ હતી. તેના અવશેષો પણ સાગરના ઉંડાણમાં જોવા મળે છે. એમ કહેવાય છે કે મુખ્ય દ્વારિકા નગરી ટાપુ હતી. જે શહેરથી કેટલાક કિલોમીટર દૂર હતી.
પુરાતત્વીય તારણો તે 2,200-2,000 વર્ષ જૂના હોવાનું સૂચવે છે. 15 મી-16 મી સદીમાં મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. દ્વારકાધિશ મંદિર એક પુતિમાર્ગ મંદિર છે, તેથી તે શ્રી વલ્લભાચાર્ય અને શ્રી વિલેથેશનાથજી દ્વારા બનાવવામાં આવેલ માર્ગદર્શિકા અને વિધિઓને અનુસરે છે.
દ્વારકાના બીજા મંદિર ત્રિકોણ મંદિર, કલ્યાણી મંદિર, પટરાણી મંદિર, દુવાસા મંદિર, વગેરે આવેલા છે. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલ ચાર મઠોમાં એક મઠ તથા જ્યોર્તિલિંગ અહીં છે.
-દ્વારકામાં કૃષ્ણની ધર્મસભા ભરાતી. દ્વારકા કૃષ્ણની રાજધાની હતી, જ્યારે બેટ-દ્વારકામાં કૃષ્ણનો આવાસ (રહેણાંક) હતો.
– દ્વારકાથી આશરે ૧૪ કિ.મિ. ગોપી તળાવ આવેલું છે. ગોપી તળાવની માટી વિશિષ્ટ પ્રકારની છે. તે રંગે પીળી અને સુંવાળી હોય છે. એમ કહેવાય છે કે કૃષ્ણએ વ્રજ છોડ્યું પછી ક્યારેય ફરીને વ્રજ ગયા ન હતા. કૃષ્ણના બાળપણમાં વ્રજમાં ગોપીઓએ કૃષ્ણ સાથે અનેક વખત રાસલીલા કરી હતી. આ ગોપીઓ કૃષ્ણ માટે સતત ઝુરતી હતી. ગોપીઓ કૃષ્ણને મળવા દ્વારકા આવી અને ગોપી ગામે જ્યાં ગોપી તળાવ છે ત્યાં શરદપુનમની રાતે ગોપીઓએ કૃષ્ણ સાથે રાસલીલા કરી અને છેવટે ત્યાંજ સમાઈ ગઈ. આથી ગોપી તળાવની માટી પવિત્ર છે.
– દ્વારકાથી આશરે બે કિ.મિ. દૂર રુક્ષમણીજીનું મંદિર છે. દુર્વાસા ઋષિ એક વખત દ્વારકા પધારેલા ત્યારે દુર્વાસાજીને દ્વારકાનું દર્શન કરાવવા માટે રથમાં કૃષ્ણ અને રુક્ષમણીજી જોડાયાં. વચ્ચે રુક્ષમણીજીને તરસ લાગતાં કૃષ્ણએ રથ થંભાવીને પોતાના જમણા પગના અંગુઠાથી ત્યાં ગંગાજી પ્રગટ કર્યા, જેનું જલ રુક્ષમણીજીએ પીધું. દુર્વાસાજી ક્રોધે ભરાયા કે એને પુછયા વિના શા માટે રથ અટકાવ્યો આથી દુર્વાસાજીએ રુક્ષમણીને કૃષ્ણથી દૂર રહેવાનો શાપ આપ્યો
સવારે ૭-૦૦ વાગ્યાથી બપોરે ૧૨-૩૦ વાગ્યા સુધી અને સાંજે ૫-૦૦ વાગ્યા થી રાત્રે ૯-૩૦ સુધીનો છે.. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલ ચાર મઠોમાં એક મઠ તથા જ્યોર્તિલિંગ અહીં છે
- Country – India
- State – Gujarat
- District – Dwarka