બનાસ નદી ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલી અરવલ્લી પર્વતમાળાની ગિરિકંદરાઓમાંથી નીકળે છે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરે છે અને અંતે કચ્છના નાના રણમાં મળી જાય છે.
બનાસ નદીની કુલ લંબાઇ ૨૬૬ કિ.મી. છે તેમ જ તેનો સ્ત્રાવ વિસ્તાર ૮,૬૭૪ ચોરસ કિ.મી. જેટલો છે.
બનાસ નદીના પટમાં મુખ્યત્વે બટાકાની ખેતી કરવામાં આવે છે.
સીપુ નદી બનાસ નદીના જમણા કાંઠાની મુખ્ય ઉપનદી છે તથા ખારી નદી, ડાબા કાંઠાની મુખ્ય ઉપનદી છે. બનાસ નદીના ડાબા કાંઠા પર અન્ય પાંચ ઉપનદીઓ સુકલી નદી, બાલારામ નદી, સુકેત નદી, સેવરણ નદી અને બાત્રિયા નદી મળે છે.
બનાસ નદીનુ જુનુ નામ પણૉશા છે.
- Country – India
- State – Gujarat