સાબરમતી પશ્ચિમ ભારતમાં આવેલી નદી છે. તેની લંબાઇ આશરે ૩૭૧ કિ.મી છે. સમગ્ર ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં ૩૭૧ કિલોમીટર મુસાફરી પછી અરબી સમુદ્રના ખંભાના અખાતને મળે છે. નદી 9.5 કિ.મી. ના પ્રારંભિક સિવાય ગુજરાતમાં વહે છે.
અમદાવાદ અને ગાંધીનગર, અનુક્રમે ગુજરાતના વ્યાપારી તથી રાજકીય પાટનગરો સાબરમતી નદીને કાંઠે વસેલા છે. ઇ.સ. ૧૪૧૧ ગુજરાતના સુલતાન અહમદશાહને સાબરમતી નદીને કાંઠે એક નીડર સસલાને શિકારી કુતરું ભગાડતા જોઇ અમદાવાદ શહેર વસાવવાની પ્રેરણા મળી. સાબરમતી નદી ના કિનારે સાબરમતી નામનો વિસ્તાર પણ છે. જ્યા અમદાવાદ ના ઘના ધનિકો રહે છે.
જ્યાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે. આ ભાતીગળ મેળો માણવા વિદેશીઓ પણ આવે છે.
ધોળકા તાલુકાના વૌઠા ગામ પાસે સાબરમતી નદી અને અન્ય નદીઓનો સંગમ થાય છે. દર વર્ષે ત્યાં ખૂબ જ મોટો અને પ્રસિધ્ધ મેળો ભરાય છે.
સેઇ, સીરી અને ધામની સાબરમતી નદીના જમણા કાંઠાની શાખાઓ છે. વાકલ, હરણાવ, હાથમતી, ખારી, વાત્રક, ડાબા કાંઠાની શાખાઓ છે.
સાબરમતી નદી પર મુખ્ય બંધો ના નામ : સેઇ બંધ, હરણાવ બંધ, હાથમતી બંધ, ગુહાઇ બંધ, વર્તક બંધ, કલ્પસર બંધ.
- Country – India
- State – Gujarat
- Length – 371 km