તાપી નદી મધ્યભારતની એક મહત્વની નદી છે. તાપી નદીની લંબાઇ ૭૨૪ કિ.મી. છે.
તાપી નદીનું ઉદ્ગમ સ્થાન બેતુલ જિલ્લાનું મુલતાઇ છે. મુલતાઇ શહેરનું સંસ્કૃત નામ મૂલતાપી છે. જેનો અર્થ થાય છે ‘તાપીનું મૂળ’. તાપીનું પ્રાચીન નામ તાપ્તી અને સુર્યપુત્રી છે. થાઇલેન્ડમાં આવેલી તાપી નદીનું નામ ભારતની તાપી નદી ઉપરથી ઓગષ્ટ ૧૯૧૫માં પાડવામાં આવ્યું છે.
તાપી નદી દક્ષિણ મધ્ય પ્રદેશના સાતપુડા પર્વતોની પૂર્વની હારમાળાઓમાંથી ઉદ્ભવે છે અને પશ્ચિમ દિશામાં વહેતી, મધ્ય પ્રદેશના નિતાર પ્રદેશમાં થઇને મહારાષ્ટ્ર રાજ્યમાં દાખલ થાય છે. મહારાષ્ટ્રમાં એ ખાનદેશમાંથી વહેતી દખ્ખણના ઉચ્ચપ્રદેશ (પ્લેટો)ના વાયવ્ય ખૂણાના પ્રદેશ એટલે કે પૂર્વ વિદર્ભમાં દાખલ થાય છે અને આગળ ચાલતા એ દક્ષિણ ગુજરાતમાં થઇને અરબી સમુદ્રના ખંભાતના અખાતને જઇને મળે છે.
તાપી નદીના તટ પ્રદેશ નો વિસ્તાર લગભગ ૬૫,૧૪૫ ચો.કિલો મીટર માં ફેલાયેલો છે. જે ભારતના ક્ષેત્રફળના ૨ % જેટલો છે. તાપી નદીનો તટ પ્રદેશ મહારાષ્ટ્ર (૫૧,૫૦૪ ચો.કિમી.), મધ્યપ્રદેશ (૯,૮૦૪ ચો.કિમી.) અને ગુજરાત (૩,૮૩૭ ચો.કિમી.) માં આવેલો છે.
- Country – India
- State – Gujarat