રાજપીપળા ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં એક શહેર અને નગરપાલિકા છે.રાજપીપળા (તા. વલ્લભીપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા વલ્લભીપુર તાલુકામાં આવેલું એક ગામ છે નંદોલ અને નાંદોદ નામના પાછળનું સ્વરૂપ પણ મધ્યયુગના સમયમાં ઉપયોગમાં આવેલુ છે.
આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
રાજપીપળા એ એક ઐતિહાસિક અને સુંદર જંગલોથી હર્યુભર્યુ નગર છે. આખું નગર જ જોવાલાયક છે. નર્મદા જિલ્લાનું વડું મથક છે.
રાજપીપળા એ મહેલોંને મંદિરોનું નગર છે. હવે એ આધુનિક શહેર બનવાની તૈયારીમાં જ છે.
રાજપીપળા એ ગુજરાતી ફિલ્મોનાં શુટિંગ માટેનું સુંદર લોકેશન છે, ઘણી બધી ફિલ્મોનું શુટિંગ અહીં થાય છે. હું ઘણો જ નસીબદાર છું કે જયારે હું ગરુડેશ્વર ગયો હતો ત્યારે મને રાજપીપળા જોવાનો મોકો મળ્યો હતો. એક ઇન્સ્પેકટરની ઓળખાણને કારને એ મહેલની મહેમાનગતી માનવાનો મોકો મળ્યો હતો. એના સંસ્મરણો હજુ પણ હું મનમાં વાગોળું જ છું. રાજાશાહી ઠાઠ અને સરભરા કેવી હોય તે ત્યારેજ મને ખ્યાલ આવ્યો અને એનો જાત અનુભવ પણ કર્યો.
આ ઉદ્યાનમાં અશોક, વા લાકડી, દંતી, હરડે, ટેંટુ, અર્જુન, ભિલામો, લસણવેલ, મધુનાશિની, વિદારી કંદ, લીંડીપીપર, ગજપીપર, કાળો ખેર, ચિત્રક જેવી વિવિધ વનસ્પતિઓ છે. આ ઉદ્યાનનું નિયમન ગુજરાત સરકારનાં સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. અહીંથી આશરે ૧૦ કી.મી.ના અંતરે જીતનગર, ડેમ ફળીયા પાસે બીજો એક આયુર્વેદીક વનસ્પતિ ઉદ્યાન પણ આવેલો છે, ત્યાં પણ વિવિધ વનસ્પતિઓ જોવા મળી શકે છે. આ ઉદ્યાનનુ સંચાલન તાજેતરમાં ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ, ગાંધીનગરને સોંપાયુ છે.
વાડીયા પેલેસ ખાતે સરકારી આયુર્વેદિક ફાર્મસી પણ મહેલનાં એક ભાગમાં આવેલી છે. જ્યાં પહેલાંના સમયમાં મહારાજાનું રસોડું હતું, ત્યાં હાલમાં આયુર્વેદિક ફાર્મસી બનાવવામાં આવી છે.
રાજપિપલા નગરમાં ગોહીલ વંશના કુળદેવી હરસિધ્ધી માતાનું વિશાળ મંદિર આવેલું છે. આ મંદિરનું માહત્મ્ય રાજપીપળા અને આજુબાજુના વિસ્તારમાં ઘણુ છે. આસો માસમાં આવતી નવરાત્રી વખતે મેળો પણ ભરાય છે.
રાજપીપલામાં ૧૦૦૦ બારીવાળો એક સુંદર મહેલ પણ છે, જે ખાસ જ જોવાલાયક છે.
વાડિયા પેલેસ
રાજપિપલામાં ઘણા મહેલો આવેલા છે. વાડિયા પેલેસ આ પૈકીનો એક મહેલ છે, જેનું મૂળ નામતો ‘ઇન્દ્રજીત પદ્મિની પેલેસ’ છે. આ રાજમહેલ હાલમાં ગુજરાત સરકાર હસ્તક છે અને અહિં વન ખાતાની કચેરી ઉપરાંત રોપ ઉછેર કેન્દ્ર ચાલે છે.
મહેલનાં પ્રાંગણમાં સુંદર ઔષધિય વનસ્પતિ ઉદ્યાન બનાવવામાં આવ્યો છે, જેમાં અનેક લુપ્ત થઈ રહેલી તથા દુર્લભ જડીબુટ્ટીઓ ઉછેરવામાં આવી રહી છે.
આ ઉદ્યાનમાં અશોક, વા લાકડી, દંતી, હરડે, ટેંટુ, અર્જુન, ભિલામો, લસણવેલ, મધુનાશિની, વિદારી કંદ, લીંડીપીપર, ગજપીપર, કાળો ખેર, ચિત્રક જેવી વિવિધ વનસ્પતિઓ છે. આ ઉદ્યાનનું નિયમન ગુજરાત સરકારનાં સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. અહીંથી આશરે ૧૦ કી.મી.ના અંતરે જીતનગર, ડેમ ફળીયા પાસે બીજો એક આયુર્વેદીક વનસ્પતિ ઉદ્યાન પણ આવેલો છે, ત્યાં પણ વિવિધ વનસ્પતિઓ જોવા મળી શકે છે.
આ ઉદ્યાનનુ સંચાલન તાજેતરમાં ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ, ગાંધીનગરને સોંપાયુ છે. વાડીયા પેલેસ ખાતે સરકારી આયુર્વેદિક ફાર્મસી પણ મહેલનાં એક ભાગમાં આવેલી છે. જ્યાં પહેલાંના સમયમાં મહારાજાનું રસોડું હતું, ત્યાં હાલમાં આ ફાર્મસી બનાવવામાં આવી છે.
રાજ કુટુંબ
રાજપિપલાનાં રાજાનું હજુ પણ માન છે. રાજકુમાર માનવેંદ્રસિંહ ગોહીલ (પ્રિન્સ માનવ અથવા તો માનવ તરીકે વધુ જાણીતા) ઘણી સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે
અને વડોદરામાં લક્ષ્ય નામે એક સેવાભાવી સંસ્થા ચલાવે છે. જે સજાતિય પુરુષો માં એઇડ્સ વિષે જાગૃતિ લાવવાનાં કાર્યમાં પ્રવૃત્ત છે.
રાજવંત પેલેસ
ગુજરાતમાં જ્યારે રાજવી પરિવારોનો દબદબો હતો. તે વેળાં રાજપીપળા સ્ટેટ પોતાનું નોખું અસ્તિત્વ ધરાવતું હતું અને તેને રજવાડી નગરી તરીકે પણ ઓળખવામાં આવતી હતી.
અહીં ગોહિલ વંશનાં રાજાઓનો ઠાઠમાઠ વર્તાતો હતો. મહારાજા વિજયસિંહ અહીંનાં છેલ્લાં રાજા તરીકે પોતાનો શાસનકાળ સંભાળી ચૂક્યા હતા. ત્યારે તેમનાં સમયમાં રાજપીપળાને સ્થાપત્યનાં કેટલાંક બેનમુન નમુનાઓની ભેટ આપીને ગયા છે. મહારાજાનાં સમયમાં બનેલાં રાજમહેલો અને વિવિધ પ્રકારનાં બાંધકામનાં ઉત્તમ નુમના જેમાં આજેપણ કોર્ટ કચેરી, બેન્કો, સરકારી કચેરીઓ ચલાવવામાં આવી રહી છે.
આ તમામ બાંધકામ પૈકી રાજવંત પેલેસ મહત્વનું અંગ બની રહ્યું છે. આ પેલેસ હાલમાં ગુજરાતી, ભોજપુરી સહિત અન્ય કેટલીક ભાષાઓનાં ફિલ્માંકન માટે અને વિવિધ ટીવી સિરિયલો દ્રશ્યાંકન માટેનું સાક્ષી રહ્યું છે.
રાજપીપળા સ્ટેટને નાંદોદ તરીકે ઓળખવામાં આવતું હતું. નાંદોદમાં ગોહિલવાડનો ઉદય થતાં પહેલાં રાજા અને સ્ટેટનાં સ્થાપક મહારાજા ગંભીરસિંહજી હતાં.
તેમનો શાસનકાળ ૧૮૯૭ સુધી રહ્યો હતો. તેમનાં ઉત્તરાધિકારી તરીકે મહારાજા છત્તરસિંહજી રહ્યાં હતાં. જેમણે ૧૯૧૫ સુધી રાજ કર્યું હતું. ત્યારબાદ મહારાજા વિજયસિંહજીનાં હાથમાં નાંદોદ (રાજપીપળા) સ્ટેટનો દોરી સંચાર સોંપાતાં તેમનો કાર્યકાળ એ ગોહિલ રાજનો સુવર્ણયુગ બની ગયો.
રજવાડી નગરી રાજપીપળાને વિકાસની ભેટ આપનારા અને પ્રજા વાત્સલ્ય રાજા વિજયસિંહજી ગોહિલની કાળા ઘોડા પર સવાર પ્રતિમા રાજપીપળાનાં પ્રવેશ દ્વાર સમા કાળા ઘોડા સર્કલ ઉપર મુકવામાં આવી છે.
રાજવંત પેલેસની સ્થાપના વર્ષ ૧૯૧૫માં રાજપીપળા સ્ટેટનાં રાજા વિજયસિંહજીએ કરી હતી. ટીપીકલ યુરોપીયન સ્ટાઇલના બાંધકામનો આ એકઅદભુત નમુનો છે. આ પેલેસ હાલ હેરીટેજ હોટેલમાં ફેરવાઇ ગયો છે. રાજમહેલમાં રોમ અને ગ્રીકની સ્થાપત્ય કલાના પણ દર્શન થાય છે. મહેલમાં એક મ્યુઝિયમ પણ આવેલું છે, જેમાં રજવાડી પરિવેશથી લઇ રહેણી કરણીની ચીજવસ્તુ વસ્તુઓને પ્રદર્શન માટે મૂકવામાં આવી છે.
મ્યુઝિયમમાં મહારાજા વિજયસિંહની 70 વર્ષ જૂની કાર મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
રાજપીપળા સ્ટેટનાં રાજવીઓનો વિશાળ તૈલચિત્રો, ઝુમ્મરોનો ઝગમગાટ અને આલીશાન શાનોશૌકત આંખોને આંજી દે તેવાં છે.
હાલમાં તેને રાજવંત પેલેસ રિસોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. પેલેસને પિંક પેલેસના નામથી પણ ઓળખવામાં આવે છે.
આ પેલેસ ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોનાં શુટિંગ માટે સાક્ષી બની ગયો છે. આ પેલેસને ફિલ્માંકન માટે ભાડે આપવામાં આવે છે.
રાજવંત પેલેસનાં ઘણા વિશાળ રૂમ આવેલાં છે. જેમાંથી કેટલાંક રૂમ અંગત મ્યુઝિયમ તેમજ રાજવીઓની શૌર્યગાથા ગાતી ટ્રોફીઓ તેમજ વિજય-અમરામ તેમજ આખેટનાં શિકારની ગાથાઓ કહેતા હિંસક પશુઓનાં મસ્તક માટે સાચવી રાખ્યા છે
- Country – India
- State – Gujarat
- District – Narmada
- Elevation – 148 m (486 ft)