શેત્રુંજય તે ગુજરાતમાં ભાવનગર જીલ્લાના પાલીતાણામા આવેલુ છે. સમુદ્ર સપાટીથી 7,288 (2,221 મીટર) ઊંચાઇએ તે શેત્રુંજી નદીના કિનારે આવેલું છે. આ ટેકરીઓ અન્ય ટેકરીઓ સાથે સમાનતા ધરાવે છે જ્યાં જૈન મંદિરો બિહાર, ગ્વાલિયર, માઉન્ટ આબુ અને ગિરનારમાં બનાવવામાં આવ્યા છે.
શત્રુંજય ર્તીથ પર ફાગણ સુદ તેરસને દિવસે શ્રીકૃષ્ણજીના પુત્રો શામ્બ અને પ્રદ્યુમ્ન સાડાઆઠ કરોડ મુનિઓ સાથે અનશન કરી મોક્ષપદને પામ્યા છે. એથી આ દિવસે શત્રુંજય ગિરિરાજની છ ગાઉની પ્રદક્ષિણા યાત્રાનો અપૂર્વ મહિમા છે. સમગ્ર ભારતમાંથી આ પવિત્ર દિવસે લાખો ભાવિકો શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા ઊમટે છે.
શત્રુંજયની જાત્રાનો પ્રારંભ જય તળેટીથી થાય છે. એક જમાનામાં તે ‘મનમોહન પાગ’ તરીકે ઓળખાતું હતું. જાત્રાનો પ્રારંભ કરતાં પહેલાં તેઓ અત્રે તળેટીએ આવી પર્વતાધિરાજની સ્પર્શના કરીને શત્રુંજયને ભેટવાનો લહાવો લે છે. અત્રે તળેટીમાં નવ્વાણું પૂર્વવાર ગિરિરાજ પર આવનાર આદિનાથ દાદા, ચોમાસુ કરનાર અજિતનાથ અને શાંતિનાથ, આઠમા ઉદ્ધારના ઉપદેશક અભિનંદન સ્વામી વગેરેનાં પગલાઓ છે.
જાત્રાળુઓ તળેટી બાદ બાબુનું દેરાસર, જલમંદિર, રત્નમંદિર, સમવસરણ, હિંગલોજ દેવી, હનુમાનધારા, રામપોળ વગેરે થઇને દાદાનું મુખ્ય દેરાસર જ્યાં આવેલ છે ત્યાં પહોંચે છે. જ્યાં તેઓ ઋષભદેવનાં દર્શન-પૂજા કરે છે.
જાત્રા દરમિયાન રસ્તામાં હીરાબાઇનો કુંડ, ભુખણદાસનો કુંડ, સૂરજકુંડ વગેરે અનેક કુંડ આવે છે.
શત્રુંજયની યાત્રામાં કૃષ્ણના પુત્ર શાંબ અને પ્રધ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિઓ સાથે ફાગણ સુદ ૧૩ના દિવસે મોક્ષે ગયા હતા.
તેથી દર ફાગણ સુદ-૧૩ની યાત્રા કરવા માટે અત્રે દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઊમટી પડે છે ત્યારે આપણે આ પાલિતાણા અને લોકોમાં ઢેબરા તેરસ તરીકે પણ જાણીતી એવી છ ગાઉની યાત્રાનો મહિમા જોઇએ.
સૌરાષ્ટ્રના પાલિતાણા શહેરમાં આવેલા શ્રી શત્રુંજય તીર્થનો જૈનોમાં ભારે મહિમા છે. શીતળ જળથી ભરપૂર એવી આ પવિત્ર જગ્યાને લોકો ચંદન તલાવડી તરીકે ઓળખે છે.
વર્ષના કોઈ પણ સમયે અહીં લોકોની ભીડ દેખાય છે.તહેવારોમાં તો માનવ મહેરામણ ઉમટે છે. જૈનોના સંઘ તો અવારનવાર આવ્યા જ કરે છે. આટલા બધા લોકોને રહેવા માટે અહીં ઘણી ધર્મશાળાઓ ઉભી થઇ છે. નામ ભલે ‘ધર્મશાળા’ હોય, પણ તેમાં હોટેલ જેવી બધી સગવડો હોય છે. અમે અગાઉથી કોઈ ધર્મશાળામાં બુકીંગ કરાવ્યું ન હતું, એટલે ધર્મશાળામાં રૂમ મળવામાં થોડી તકલીફ પડી, પણ છેવટે મળી તો ગઈ જ. ફોનથી કોઈ ધર્મશાળામાં બુકીંગ કરાવીને આવવું વધુ સારું. રાત્રે જમીને આરામ કર્યો. બીજે દિવસે શેત્રુંજય ડુંગર ચડવાનો કાર્યક્રમ કરે છે.
- Country – India
- State – Gujarat