સિહોર અથવા શિહોર એ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં એક નગરપાલિકા છે. સિહોર એ ભાવનગર શહેરની જુની રાજધાની અને સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર છે. તે સિંહપુર, સિંહગઢ, સારસ્વતપુર વગેરે નામથી જાણીતું છે. ગૌતમમી નદીની બાજુમાં આવેલું, ગોહિલ રાજપૂતની આ ભૂતકાળની રાજધાની ભાવનગરથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલી છે. તે સરસ્વતપુર, સિંહેલપુર, સિંહીપુર, સિંઘર અને શિહોરથી તેનું નામ ભ્રષ્ટ કરીને સિહોર બની જાય છે.
આજે આ શહેર વેપાર માટે જાણીતું છે. તાંબા પિત્તળનાં વાસણ અને છીંકણી માટે આ શહેર પ્રખ્યાત છે. તદુપરાંત અલંગના જહાજ ભંગાણવાડા સાથે તેના મુખ્ય બે ઉદ્યોગો નભે છે – પ્રથમ તો ઓક્સીજન પ્લાન્ટ અને બીજો છે લોહ ઉદ્યોગ જ્યા અલંગમાં ભંગાયેલા જહાજોનો લોહ-કચરાને ઓગાળીને વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે, જેમ મુખ્યત્વે સળીયાનો સમાવેશ થાય છે.
ઇતિહાસનો પહેલો થર એમ દર્શાવે છે કે, મૂળરાજ સોલંકીએ બ્રાહ્મણઓનું બહુમાન કરી પાંચ ગામ દાનમાં આપ્યાં અને ધીમે ધીમે બ્રાહ્મણોનું પિરબળ જામતું ગયું. ગુર્જરેશ્વર જયસિંહ મહારાજે મહારુદ્ર કરેલો ત્યારે દેશદેશના વિદ્વાન બ્રાહ્મણોને બોલાવેલા; તેમાંના મોટા ઋત્વિજો સિદ્ધપુર અને સિંહપુરના હતા એમ તો કાલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દ્વયાશ્રયમાં સ્વીકારે છે. અહીં રણા અને જાની એવા ગોત્રના બ્રાહ્મણો વસતા હતા. નજીવા પ્રસંગ ઉપરથી બંને પક્ષ વચ્ચે વર્ગવિગ્રહ થયો અને કતલ ચાલી. પછી રણાએ ગારિયાધારના રજપૂતોની અને જાનીએ ઉમરાળાના ગોહિલોની સહાય માટે ધા નાખી. આમ જૂનું સિહોર નાશ પામ્યું. તેના અવશેષ સાતથંભીએ આજે પણ જોવા મળે છે.
નાનાસાહેબ પેશ્વા પણ સિહોરના ઈતિહાસ સાથે સંકળાયેલા છે. તેમણે અંગ્રેજો સામે વિગ્રહ દરમિયાન અહીં આવેલ ગાઢ જંગલોવાળી કોતરોમાં આશ્રય લીધેલો અને એ દરમિયાન તેમણે અહીં ખજાનો પણ છુપાવેલ હોવાની વાયકા છે.
- Country – India
- State – Gujarat
- District – Bhavnagar
- Elevation – 60 m (200 ft)