બહુચરાજી મંદિર
ભારતમા ગુજરાત રાજ્યમા મહેસાણા જિલ્લામા બહુચરાજી નુ મંદિર આવેલુ છે.તે અમદાવાદથી 110 કિ.મી. અને મહેસાણાથી 35 કિ.મી. દૂર છે.
આ મંદિરનું બાંધકામ સંવત ૧૮૩૫થી સંવત ૧૮૩૯માં પૂર્ણ થયુ છે પછી તેમાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી. ૧૫ મીટર લાંબું અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે. આ મંદિરની ચારે બાજુએ બુરજો અને ત્રણ દરવાજા આવેલ છે.
મૂળ મંદિર સ 1783 વાર જગ્યામાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર સરસ રીતે પથ્થરની કોતરણીથી સુશોભિત છે.
દર વર્ષે લગભગ 15 લાખ શ્રદ્ધાળુઓ આ મંદિરની મુલાકાત લે છે.
બહુચર માતા દરેકના સંક્લ્પ પુર કરે છે.બહુચરામાંનુ મૂળ સ્થાન વરખાડીવાલા મંદિરમાં છે.આવુ કહેનાર વલ્લભ ધોલા એ આણંદના ગરબામા એવુ કહુ કે બહુચર માતાનું મૂળ સ્થળ સાંખલપુર છે અને એ દાદના ગામ વચ્ચે આવેલું છે.
બહુચરાજીએ ઉપલા જમણા હાથમાં તલવાર, ઉપલા ડાબા હાથમાં ધર્મગ્રંથ, નીચલો જમણો હાથ અભય મુદ્રામાં અને નીચલા ડાબા હાથમાં ત્રિશૂલ ધારણ કરેલાં છે. તેમનું વાહન કૂકડો છે, જે નિર્દોષતાનું પ્રતિક મનાય છે.
બહુચરાજી માતાને ભારતમાં હીજડા (નપુંસક, નાન્યતર જાતિ) લોકો આ દેવીની ભક્તિ કરે છે, અને તેમની આરાધના કરે છે.
- Country – India
- State – Gujarat
- District – Mehsana