બનાસકાંઠા ઉત્તરની રાજસ્થાન રાજ્ય, પૂર્વમાં સાબરકાંઠા જીલ્લા, પશ્ચિમના કચ્છ જિલ્લા અને દક્ષિણમાં પાટણ જિલ્લા અને મહેસાણા જિલ્લા સાથે તેની સરહદો વહેંચે છે.
ભૌગોલિક રીતે બનસાકાંઠાનો ઉતર પૂર્વ ભાગ પહાડી પ્રદેશ છે. જયારે મઘ્ય ભાગ સપાટ અને રેતાળ છે. પશ્ચિમનો ભાગ કચ્છના રણનો વિસ્તાર છે તે ખારો પ્રદેશ છે.
આ જીલ્લામાં મુખ્ય પાકમાં બાજરી અને એરંડા છે. રવિ પાકોમાં ઘઉં, જીરુ, રાયડો, સરસવ, ઈસબગુલ વગેરે છે. પહાડી પ્રદેશમાં મુખ્ય પાક મકાઈ છે. આ જીલ્લાનો તમાકુનો પાક નહિવત છે. જીલ્લા વિસ્તારમાં બે પ્રકારની મોસમ છે ગરમ અને સુકી. ઉનાળામાં સખત ગરમી અને શિયાળામાં સખત ઠંડી પડે છે.
જીલ્લાના પૂર્વ ભાગમાં અરવલ્લીના ડુંગરોનો ભાગ જંગલો બની રહે છે અને તેમા પાલનપુર અને તેમા દાંતા તાલુકાના અમુક ભાગનો સમાવેશ થાય છે.
બનાસ અને સીપુ એ જીલ્લાની મોટામાં મોટી નદી છે. આ બંને નદીઓ ઉપર ડેમ બાંધવામાં આવેલ છે. તે સિવાય સીપુ અને બાલારામ નદીઓ તેની શાખાઓ છે. અર્જુની નદી કે જે હિન્દુ જનતા માટે પુજનીય છે. તે દાંતા અને અંબાજીની ટેકરીઓમાંથી નીકળી સરસ્વતી નદીને વડગામ તાલુકાના મોરીયા ગામે મળ્યા બાદ સરસ્વતી નામ ધારણ કરેલ છે.
બનાસકાંઠા જીલ્લાની કુલ ૭ નદીઓઃ-બનાસ, સીપુ, સરસ્વતી, અર્જૂની, ઉમરદશી, લુણી, લડબી
બનાસકાંઠા જીલ્લાના કુલ ૧૨ તાલુકા છે : વડગામ, દિયોદર, પાલનપુર, ભાભર, કાંકરેજ, થરાદ, દાંતા, વાવ, અમીરગઢ, ધાનેરા, દાંતીવાડા, ડીસા.
બનાસકાંઠા જીલ્લામા કુલ ૧રપ૦ ગામો અવેલા છે.
બનાસકાંઠામા ૨ પર્વતો અવેલા છે અરવલ્લી અને જાસોર
- Country-India
- State- Gujarat
- Headquarters -Palanpur
- District Collectorate-Sri.Dilip Rana I.A.S
- Total Area- 10,400.16 km2 (4,015.52 sq mi)
- Population (2001)Total – 2,504,244
- Density -233/km2 (600/sq mi)
- Official Languages Gujarati, Hindi, English