શ્રી હનુમાન મંદિર સાળંગપુર
ગુજરાતમાં સાળંગપુર નુ મંદિર બોટાદ જિલ્લામા બરવાળા તાલુકામા અવેલુ છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદી હેઠળ આવે છે.
આ મંદિરમા સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત એવા સદગુરુ શ્રી ગોપાળાનંદસ્વામિ એ પધરવી હતી અને જ્યારે પધરાવી ત્યારે હનુમાનજી નુ સ્વરુપ બોલતુ-ચાલતુ પધરાવુ હતુ અને ઘનુ દૈવત મૂક્યું હતુ.
આ મંદિરના હનુમાનજી બહુ શક્તિશાળી છે અને ભાવિક લોકો તેની માનતા માને એટ્લે હનુમાનજી તેનુ કામ પુર્ણ કરે છે અને માનતા કરવા માટે શનિવારે ભાવિક ભક્તોની ભીડ જામે છે અને ત્યા આવીને માનતા પુર્ણ કરે છે.
ભુત,પ્રેત,વળગાડ જેને હોય તેને અહી શનિવારે લાવીને વિધિ કરિને કાઢ્વામા આવે છે. તેમ છતા જો કાઇ ફેરફાર ના થાય તો ગોપાળાનંદસ્વામિની પ્રસાદીની લાકડીના સ્પર્શ દ્વારા કાઢવામા આવે છે, તે લાકડી હનુમાનજીના સિંહાસન પાછ્ળ મુકવામા આવી છે, આ લાકડી હવે ચાંદીમાં આવરી લેવામાં આવી છે.
કાળી ચૌદસના દિવસે અહીંયા ખુબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પ્રેતાત્માઓથી પીડિત લોકો તેમના ત્રાસથી છુટવા માટે પણ આવે છે. એવું કહેવાય છે કે અહીંયા આવવાથી ખરાબ આત્માઓ જે તમને હેરાનગતિ કરી રહી હોય તેનાથી મુક્તિ મળી જાય છે. મુક્તિ મળી ગયા પસી નારાયણ કુંડમા સ્નાન કરવા લઈ જાય છે આ સિવાય અહીંયા માનસિક વિકલાંગોને પણ તેવી શ્રદ્ધા સાથે લાવવામાં આવે છે કે તેમના દુ:ખને કષ્ટભંજન હનુમાનજી દૂર કરી દેશે. આ દિવસે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ લઈને આવે છે.
આ સ્થળ અમદાવાદથી આશરે ૧૫૩ કી.મી દૂર આવેલું છે અને નજીકનું મોટું શહેર બોટાદ છે.
આ મંદિરમા હનુમાનજી ની સેવા-પૂજા,આરતી માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે.
- Country – India
- State – Gujarat
- District – Botad