શ્રી શ્રી રાધા ગોવિંદ ધામ (હિન્દી: શ્રી શ્રી રાધા ગોવિંદ દમ), સામાન્ય રીતે ઇસ્કોન અમદાવાદ મંદિર તરીકે ઓળખાય છે,તેની મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ૧૭મી એપ્રિલ ૧૯૯૭ ના રોજ રામ નવમીના પવિત્ર દિવસે કરવામાં આવી હતી. આ મંદિર ૪ એકર જમીનમા બાધવામા આવેલુ છે આ મંદિરની અંદર 12000 ફૂટ હોલ જેમાં 4000 હજાર લોકો આરામથી બેસી રાધે ગોવિંદાનું ધ્યાન ધરી શકે એટલો મોટો બનાવવામાં આવેલો છે.
રાહદા ગોવિંદજી સ્વરૂપમાં ભગવાન કૃષ્ણ અને રાધારાણી નું એક વૈષ્ણવ મંદિર છે.મંદિરનું ગર્ભગૃહ ૩ ખંડોમાં વહેચાયેલું છે, જેમાં પ્રથમ ગર્ભગૃહમાં શ્રી શ્રી ગૌર નિતાઇ (શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ), શ્રીલ પ્રભુપાદ અને તેમના ગુરૂ મહારાજ ભક્તિસિદ્ધાંત સરસ્વતીના વિગ્રહો છે, બીજુ અને મંદિરનું મુખ્ય ગર્ભગૃહ શ્રી શ્રી રાધા ગોવિંદજી, શ્રી શ્રીનાથજી અને શ્રી શ્રી પ્રહ્લાદ-નરસિંહ થી શોભે છે અને ત્રીજા ગર્ભગૃહમાં શ્રી શ્રી સીતા-રામ, લક્ષ્મણ અને હનુમાન બીરાજે છે.
- Country – India
- State – Gujarat
- District – Ahmedabad