ભાવનગર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના ભાવનગર જિલ્લામાં આવેલું એક શહેર છે. તે ભાવસિંહજી ગોહીલ (1703-1764) દ્વારા 1724 માં સ્થાપના કરી હતી. તે ભાવનગર રાજ્યની રાજધાની હતી, જે રજવાડું હતું તે પહેલાં 1948 માં ભારતીય સંઘમાં ભેગુ થઈ ગયું હતું. તે હવે ભાવનગર જિલ્લાનું વડું મથક છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ પછી ભાવનગર ગુજરાત રાજ્યનું પાંચમું સૌથી મોટું શહેર છે.
મહેલ અને અન્ય સ્થાપત્ય
ઇ.સ. 1878 થી લઇને ઇ.સ. 1896 સુધી મોતિબાગ પેલેસ એ ભાવનગરના રાજવીનું મુખ્ય નિવાસ સ્થાન રહ્યુ઼ં. આ પહેલાના રાજવીના નિવાસ સ્થાનની પશ્ચિમ દિશામાં રાજવીના લગ્ન સમારંભના મુળ હેતુ માટે બનાવાયેલ સ્થાઇ શામિયાણાને પછીથી પર્સિવલ માર્કેટ નામની બજારમાં તબદીલ કરી નાખવામાં આવ્યો હતો. દેસાઈ છગનલાલ પુસ્તકાલયની 1880 માં શરૂઆત થઇ. ૩૦ ડીસેમ્બર 1882 ના દિવસે નવા મકાનમાં બાર્ટન પુસ્તકાલય રૂપે ખુલ્લુ મુકવામાં આવ્યું. દિવાનપરા વિસ્તારમાં પર્સિવલ ફુવારાનું બાંધકામ પણ રજવાડાના સમયમાં કરવામાં આવ્યુ હતુ. જશોનાથ મહાદેવ મંદિર, ગંગા છત્રી (ઇ.સ. 1875) અને જસવંતસિંહજી જાહેર દવાખાનું પણ ભાવનગર રજવાડા સમયનાં બાંધકામ છે.
ભાવનગરઃ મારવાડના ખેરગઢના મૂળ ગોહિલો ઈ.સ 1239 માં ગુજરાતની ધરતી પર આવ્યા અને પ્રથમ રજવાડું સુરેન્દ્રનગર સેજકપુર અને બાદમાં ભાવનગરના અલગ અલગ સ્થળો બાદ છેલ્લે અક્ષય ત્રીતીય વૈશાખ અખા ત્રીજના દિવસે વડવા ગામની બહાર તોરણ બાંધીને ભાવનગરની સ્થાપના કરવામ આવી હતી. સવંત 1779 એન ઈ.સ 7 મેં 1723 ના દિવસે ભાવનગરની સ્થાપના થઇ સૌરાષ્ટ્ર અને ગુજરાત સહીત દેશમાં પ્રગતિ અને વિકાસમાં ભાવનગર રજવાડું પ્રથમ હતું . ત્યારે અખંડ ભારત માટે દેશને પ્રથમ રજવાડું સોપનાર પર વત્સલ રાજવીના શહેરનો વિકાસ ક્યારે એ પ્રશ્ન આજે મોખરાનું સ્થાન ધરાવે છે .
ઇતિહાસકારોના મત્તે ભાવનગરમાં રજવાડા દ્વારા પ્રથમ કોલેજ સ્થાપવામાં આવી હતી. જે શામળદાસ કોલેજમાં ગાંધીજીએ પણ શિક્ષણ મેળવ્યું હતું તો મહારાજા તખ્તસિંહજીએ 1880 માં પ્રથમ સૌરાષ્ટ્રમાં રેલ્વે શરુ કરી હતી જે વઢવાણ અને ભાવનગર વચ્ચે શરુ કરવામાં આવી હતી ત્યાર બાદ ભાવનગર મહુવા, અને બાદમાં અન્ય સ્થળો પર શરુ કરાઈ હતી.ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું પ્રથમ રજવાડું દેશની લોકશાહી માટે અખંડ ભારતના હેતુ થી દેશની સરકાર રચવા માટે સોપી દીધું હતું.
ભાવનગરનો વિકાસ સૌરાષ્ટ્રના 222 રજવાડામાં પ્રથમ હતો તેમજ દેશને 30 જેટલી એવી બાબતો ભેટ આપી હતી જેની પહેલ ભાવનગર કરી ચુક્યું હતું જેમાં રેલ્વે,કોલેજ,તળાવો કે પછી કર મુક્તિ ખેડૂતોની પ્રથમ ભાવનગર દ્વારા કરાઈ હતી રજવાડા વિકાસ સામે આજના છુટતા નેતાઓ કશું કરી શક્ય નથી જેનો અફસોસ આજે ઈતિહાસકારોમાં પણ છે.
ભાવનગર જોવા લાયક સ્થળો :-
નિલમબાગ પેલેસ, ભાવવિલાસ પેલેસ, ગૌરીશંકર તળાવ, ગંગા દેરી, ગંગા જળીયા તળાવ, મોતિબાગ ટાઉન હોલ, ગાંધી-સ્મૃતિ, સરદાર-સ્મૃતિ, શ્રી તખ્તેશ્વર મહાદેવ, વિક્ટોરિયા પાર્ક, બાર્ટન પુસ્તકાલય, શામળદાસ કોલેજ, આયુર્વેદ કોલેજ, શ્રી ગોલ્રીબાર હનુમાનજી મંદિર.
ડુંગળી અને દાડમ ભાવનગર જિલ્લાના મુખ્ય પાક છે.
- Country – India
- State – Gujarat
- Region – Saurashtra (region)
- District – Bhavnagar
- Founded by – Bhavsinhji Gohil
- Area – 108.27 km2 (41.80 sq mi)
- Elevation – 24 m (79 ft)
- Population – 7,98,582
- Density – 5,942/km2 (15,390/sq mi)
- Official Languages – Gujarati, Hindi, English
- PIN – 364 001, 364 002, 364 003, 364 004, 364 005, 364 006