અક્ષરધામ મંદિર
ગુજરાતમા ગાંધીનગરમાં સ્વામિનારાયણ ભગવાન નુ અક્ષરધામ મંદિર આવેલુ છે.જે પ્રમુખ સ્વામી દ્વારા પ્રેરિત છે, જે BAPS સ્વામિનારાયણ સંસ્થાના ભૂતપૂર્વ આધ્યાત્મિક વડા છે. આ મંદિર બનાવવામા ૧૩ વર્ષથી વધુ સમય લાગ્યો હતો, તે મંદિર ૨૩ એકર જમીનમા બાધવામા અવેલુ છે.તે મંદિરનુ બાધકામ વચ્ચે કરવામા અવેલુ છે.જે રાજસ્થાનના 6000 મેટ્રિક ટન ગુલાબી રેતીના પથ્થરથી બનેલુ છે.
જે 108 ફુટ ઊંચું 131 ફુટ પહોળું અને 240 ફુટ લાંબું છે અને 97 કોતરવામાં આવેલા થાંભલા, 17 ડોમ, 8 બાલ્કની, 220 પથ્થર બીમ અને 264 શિલ્પનું વર્ણન કરે છે. વૈદિક આર્કિટેક્ચરલ સિદ્ધાંતો અનુસાર, મંદિરમાં કોઈ પણ સ્ટીલ અથવા લોહનો ઉપયોગ કરાયો નથી. 20 ફૂટ લાંબી પથ્થર બીમ, દરેકનુ વજન પાંચ ટન છે, જેનો ઉપયોગ સમગ્ર મંદિરમાં લોડ-બેરિંગ સપોર્ટ તરીકે કરવામાં આવે છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણની અંદાજીત ૯.૨ ટનની ભવ્ય મૂર્તિ સોનાના ઢોળ ચઢાવેલ ‘અક્ષરધામ’ ના ગર્ભગૃહમાં સ્થાપિત કરેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાય જેમના નામ પરથી પ્રચલિત થયો તે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ૭ ફૂટ ઊંચી છે. ઉચ્ચ આસન પર બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ તેમના જમણા હાથની અભય મુદ્રા સાથેનું તેમનું સ્વરુપ ઓલૌકિક છે.
‘અક્ષરધામ’ સાંસ્કૃતિક સંકુલમાં આધુનિક અને પરંપરાગત મૂલ્યોનો સમન્વય જોવા મળે છે. આપણા ધાર્મિકગ્રંથો રામાયણ – મહાભારતના પ્રસંગો જેવા કે સીતાહરણ, શ્રવણના માતુ-પિતૃ ભક્તિ, હસ્તિનાપુરના મહેલમાં પાંડવોની ચોપાટની રમતમાં કૌરવો સાથેની પાંડવોની હાર વગેરે પ્રસંગોની રજુઆત જીવંત અને વાસ્તવિકતાની પ્રતિતી કરાવે છે. ઉપરાંત પંપાસરોવર ખાતે શ્રીરામની વાટ જોતી ભીલ નારી શબરી તથા કોરવોની સભામાં દ્રૌપદીના ચિરહરણના પ્રસંગો મુલાકાતીઓના હ્યદયને સ્પર્શી જાય છે.
- Country – India
- State – Gujarat
- District – Gandhinagar