અંબિકા ભારતના ગુજરાત રાજ્યની મુખ્ય નદીઓ છે. અંબિકા પશ્ચીમ દિશા તરફ વહેતી નદીઓ પૈકીની એક મહત્વની નદી છે. જેનો સ્ત્રાવક્ષેત્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે. તે મહારાષ્ટ્ર રાજયના નાસીક જીલ્લાના સુર્ગણા તાલુકાના કોટામ્બી ગામ નજીક સાપુતારાના ડુંગરોમાથી નીકળે છે.
તેની કૂલ લંબાઇ ૧૩૬ કિ.મી. છે. અને સ્ત્રાવક્ષેત્ર ૨૭૧૫ ચો.કિ.મી. છે, આ નદીનો પરિસર ર૦° ૧૩° થી ર૦° પ૭° ઉત્તર અક્ષાંસ વચ્ચે અને ૭રં° ૪૮° થી ૭૩° પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ છે.
આ નદીમાં તેની ઉપનદીઓ પૈકી મહત્વનું યોગદાન આપતી ખાપરી, વોલણ નદી, કોસખાડી, ખરેરા નદી તેમ જ કાવેરી નદી ભળી જાય છે.
- Country – India
- State – Gujarat
- Flowing Through District – Maharashtra