ભગવાન કૃષ્ણના અંતિમ શ્વાસની કહાની – ભાલકા તીર્થ
ભાલકા તીર્થ (ભાલકા તીર્થ) (હિંદી: भालका तीर्थ) ગુજરાતની પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીકના પ્રભુક્ષેત્રમાં સ્થિત છે,
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાષ ક્ષેત્ર માં સોમનાથ જ્યોતિર્લિંગ થી તદ્દન નજીક આવેલું ભાલકા તીર્થ ,અહીં વિશ્રામ કરતી વેળાએ જ ભગવાન શ્રીકૃષ્ણને જર નામના શિકારીએ ભૂલથી તીર માર્યું હતું.
ભગવાન કૃષ્ણના અંતિમ શ્વાસની કહાની – ભાલકા તીર્થ પૌરાણિક કથા અનુસાર ભગવાન આ જગ્યા પર આવી એક પીપળાના વૃક્ષ નીચે બેસી આરામ કરતા હતા અને એ સમયે જ એક પારધીએ જોયા વગર જ બાણ માર્યું.
આ મંદિરમાં આજે પણ એ પીપળાનું વૃક્ષ છે જે ૫૦૦૦ વર્ષ પુરાણું છે. જે સુકાતું નથી. કહેવાય છે કે જયારે ભગવાનને ભાલો વાગ્યો ત્યારે પારધી માફી માંગે છે અને એ સમયે ભગવાન એમને પાછલા જનમની કહાની સંભળાવે છે. કહે છે કે ત્રેતા યુગમાં ભગવાન રામે મહાન બાલીને ઝાડની પાછળ છુપાઈને બાણ માર્યું હતું. પછી બાલીની પીડા જોઇને ભગવાન રામે એમને વચન આપ્યું હતું કે આગલા જનમમાં એ જરા નામના પારધીના રૂપમાં જનમ લેશે અને એના બાણથી મૃત્યુ પામી પોતાની કરનીનુ પ્રાયચ્ચિત કરશે. કારણ વગર મરેલો બાલી કૃષ્ણ અવતારમાં જરા નામનો પારધી બન્યો.
સ્વર્ગીય નિવાસસ્થાન માટે પૃથ્વી છોડી દીધી છે, જે અર્જુન શ્રી કૃષ્ણ નીજધામ પ્રસ્થાન લીલા (સંસ્કૃત: श्री कृष्ण निजधम प्रस्थान लीला) તરીકે પૂરાણોમાં ઉલ્લેખ છે.
સોમનાથ / વેરાવળ / ભાલકા રોડ અને રેલ નેટવર્ક મારફતે ખૂબ જ સારી રીતે જોડાયેલું છે. સૌથી નજીકનું રેલવે સ્ટેશન વેરાવળ છે અને નજીકના એરપોર્ટ દિવ અને રાજકોટ છે.
- Country – India
- State – Gujarat
- District – Gir Somnath