ભુજિયા પર્વત અથવા ભુજિઓ ડુંગર એક પર્વત છે, જે ગુજરાતમા કચ્છમા આવેલો છે. તે ભુજ શહેરના બહાર આવેલો છે. પર્વત પર બાંધેલા ભુજિયાનો કિલ્લા ઉપરથી આખુ નગર જોઇ શકાય છે.
દંતકથા મુજબ કચ્છ પર નાગ લોકોનું શાસન હતું. શેષપટ્ટનની રાણી સાગાઇએ ભેરિયા કુમારની સાથે મળીને નાગ લોકોના વડા ભુજંગ સામે બળવો કર્યો. લડાઇ પછી ભેરિયાનો પરાજય થયો અને સાગાઇ સતી થઇ. ભુજંગ જ્યાં રહેતો હતો તે ટેકરી ભુજિયા ડુંગર તરીકે જાણીતી થઇ અને નજીકનું શહેર ભુજ તરીકે ઓળખાયું. ભુજંગની પૂજા નાગદેવતા તરીકે કરવામાં આવે છે અને ત્યાં તેનું મંદિર બાંધવામાં આવ્યું છે.
- Country – India
- State – Gujarat
- District – Bhuj
- Elevation – 160 m (520 ft)