ચોટીલા એ પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે. આ ઉપરાંત ચોટીલા તાલુકાનું મુખ્ય મથક પણ છે.ચોટીલાનું નામ ચટગઢ હતું.
અહીં આવેલા ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદીર આવેલું છે, જ્યાં પહોંચવા માટે નીચેથી ઉપર સુધી પગથીયાં પણ બનાવવામાં આવેલાં છે. શ્રદ્ધાળુ લોકો માતાજીનાં દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે.
જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતાં હોય છે.આ ડુંગરની ઉંચાઇ 1,173 ફુટ જેટલી છે. ચોટીલા પર્વત ચઢીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે, માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે.
ચોટીલાના પણ પ્રખ્યાત ગુજરાતી કવિ ઝવેચંદ મેઘનીનુ જન્મસ્થળ છે.
જે રાજકોટથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૭ ઉપર આવેલું નગર છે.
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ચોટીલાની વસ્તી ૨૧૩૪૯ છે.
ચામુંડા મંદિર પર દર્શનનો સમય
ચોટીલા ચામુંડા માતાનુ મંદિર ભક્તો માટે 5 થી સાંજના 7.30 સુધી ખુલ્લું છે.
- Country – India
- State – Gujarat
- District – Surendranagar