ફિરંગી દેવળ ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા નજીક કળસાર ગામમાં આવેલું મંદિર અને સ્મારક છે.
ઇતિહાસ
તેનું બાંધકામ ૭મી સદી દરમિયાન મૈત્રકકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોમાં એવું મનાય છે કે આ મંદિરનો ઉપયોગ આક્રમણ સમયે લોકોને કિલ્લામાં પરત ફરવા માટેની ચેતવણી આપવા માટે ધ્વજ ફરકાવવામાં થતો હતો. આ મંદિર સમુદ્રથી ૨ કિમી દૂર છે. આ દાવો ઐતિહાસિક રીતે ચકાસી શકાયો નથી
રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-33) છે. હાલમાં તેની જાળવણી યોગ્ય રીતે થતી નથી. રવિશંકર રાવળ દ્વારા આ મંદિરને ૧૯૪૭-૪૮માં સૂર્ય મંદિર તરીકે ઉલ્લેખવામાં આવ્યું હતું.
આ મંદિર બિલેશ્વર, વિસાવડા અને સુત્રાપાડાના ઐતિહાસિક મંદિરો સાથે સમાનતા ધરાવે છે
Architecture
મંદિરનો પૂર્વાભિમુખ ભાગ નાના મંડપ સાથે થોડો લંબચોરસ આકારનો છે. આખું માળખું સાદા પાયા પર બંધાયેલું છે. દિવાલો ઉપરના ભાગ સિવાય સરળ બાંધકામ ધરાવે છે, જ્યાં કોતરણી કરેલ પટ્ટીઓ આવેલી છે. મંદિરની ઉપરનું બાંધકામ ત્રણ ભાગમાં બાંધવામાં આવ્યું છે, જે ત્રણેય ભાગ ૪, ૩ અને ૨ ક્રમમાં કોતરણીઓ ધરાવે છે. સૌથી ઉપરનો મુકુટ પથ્થર હયાત નથી જે મુખ્ય શિખર હશે. મંડપ પર પણ શિખર છે, જે એક ઓછો ભાગ ધરાવે છે. પથ્થરોને જોડવા માટે કોઇ સિમેન્ટ જેવો પદાર્થ વપરાયો નથી.
આ મંદિરનો ઉપયોગ હવે પૂજા કરવા માટે થતો નથી અને તેમાં કોઇ દેવી-દેવતાની મૂર્તિ નથી. મંદિરના ચૈત્ય જેવા ગુંબજ પરથી એવું જણાય છે કે આ મંદિર કદાચ બૌદ્ધ અથવા બ્રાહ્મણ ધાર્મિક સ્થળ તરીકે વપરાતું હશે.
આ ગામમાં મુખ્યત્વે નાળીળેર, ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.
- Country – India
- State – Gujarat
- District – Bhavnagar