ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોર નજીક ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામ નજીક આવેલું છે.
મંદિરનું ગર્ભગૃહ મંડપ કરતા નીચું છે અને અંદરની બાજુથી ચોરસ છે. બહારની દીવાલ ગોળાકાર છે અને અનેક ખૂણાઓ સાથે ૨૪ ફીટનો વ્યાસ ધરાવે છે. આ ખૂણાઓમાં સાત ગોખલા છે જેમાં આઠ દિક્પાલો (દિશાના રક્ષક દેવો)પૈકી સાતની મૂર્તિઓ છે. ગર્ભગૃહની આગળની દિવાલ કોતરણી ધરાવે છે, જેમાં શિવના વિવિધ રૂપો દર્શાવેલ છે અને તે લગભગ નષ્ટ પામેલ છે. ગર્ભગૃહના દ્વાર પર આબુ શૈલીના રૂપસ્થંભની કોતરણી કરેલ છે. આ શિલ્પો અને કોતરણીઓમાં ગાંધર્વો, ઘોડેસ્વારો, હાથીસવારો, રથ, જીવનથી મૃત્યુની ઘટમાળો વગેરેનો સમાવેશ થાય છે.
મંદિરનાં મુખ્ય આકર્ષણો: મંદિરની કોતરણી સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે. મહી નદીના કિનારે આવેલું હોવાથી પણ લોકો અહીં આકર્ષાય છે.
ગુજરાતના અન્ય ચૌલુક્ય મંદિરો જેવા કે મોઢેરાનું સૂર્ય મંદિર, સોમનાથ મંદિર અને સેજકપુર મંદિરની જેમ આ મંદિરમાં પણ મંડપ અષ્ટકોણીય છે જેનો એક ભાગ લંબાવેલ છે. પાછળની બાજુએ તેમાં સામાન્ય રીતે જોવા મળતી બે ભુજાઓની જગ્યાએ ત્રણ ભુજાઓ છે.
મંડપની છત કેન્દ્રીય આઠ મોટા અને એની ફરતે સોળ નાના થાંભલાઓ પર ટકેલી છે. આ થાંભલા ચોરસ પાયો ધરાવે છે અને તેમાં બે નાના ખાંચાઓ છે. આ થાંભલા સૌથી નીચે ચોરાસકારે બે તૃતીયાંશ ઉંચાઈ સુધી, ત્યારબાદ અષ્ટકોણીય આકારે અડધી ઉંચાઈ સુધી, ત્યારબાદ સોળ ખૂણા સાથે અને ત્યારબાદ ગોળાકારે એમ ક્રમશ: ઘડેલ છે. આ ગોળાકાર ભાગમાં કીર્તિમુખોની કોતરણીની પંક્તિ છે. આ થાંભલાઓની સૌથી ઉપરના ભાગે ફૂલદાનીમાંથી નીકળતા પર્ણ કોતરેલો હોય એવી મથોટી છે જે નીચેના થાંભલાથી ખાંચ વડે અલગ પડે છે. છતને ટેકો આપતા કાટખુણીયા પોખરા ઉપર વામન અને કીર્તિમુખો કોતરેલા છે. જો કે આ કોતરણીમાં પદ્મશીલા તરીકે ઓળખાતી કોતરણીનો અભાવ છે.
શિખર અને મંડપનો ભાગ ૧૯૦૮માં નષ્ટ પામ્યો હતો. શિખર પણ ગુજરાતી ભૂમિજા શૈલીમાં હતું જે તેની કુટસ્થંભિકા અને શૃંગ જેવા કોતરણીના આકારો પરથી નક્કી કરી શકાય છે. ભુમિજા શૈલીમાં સુરસેનક તરીકે ઓળખાતા કોતરણીના આકાર પણ આ શિખરમાં જોવા મળે છે પણ તે પરમાર શૈલી કરતા અલગ છે.
- Country – India
- State – Gujarat
- District – Dakor