ગઢડા ગુજરાતનાં બોટાદ જિલ્લાનું નગર છે જે ગઢડા તાલુકાનું મુખ્ય મથક પણ છે. ગઢડા ઘેલો નદીના તીરે વસેલું છે. આ મંદિર સ્વામિનારાયણ ભગવાન દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમા સ્વામિનારાયણ ભગવાન બાંધકામ પર દેખરેખ રાખતા હતા અને મંદિરના નિર્માણમાં જાતે જ પત્થરો ઉઠાવતા હતા. આ મંદિર મા મુખ્ય મુર્તિ ગોપીનાથજી ની છે ને આ મુર્તિ સ્વામિનારાયણ ભગવાન હસ્તક પધરાવામા અવેલી છે.
આ મંદિરમાં આજે પણ ભગવાન સ્વામિનારાયણના સમયની વસ્તુઓ તથા મકાન જાળવીને રાખવામાં આવ્યા છે. જે મકાનો ઉતરાદા બારના ઓરડા તથા દક્ષીના બારના ઓરડા તરિકે ઓળખાય છે. ભગવાન સ્વામિનારાયણ જ્યાં રહેતા તે અક્ષર ઓરડી આજે પણ અહીં જોવા મળે છે.
આ મંદિર ૬(છ) પૈકિનુ એક છે. અને મંદિર બાંધવા માટેની જગ્યા ગામધની દરબાર એવા પરમ ભક્ત દાદાખાચરે આપેલી છે. આ મંદિર ત્રણ શીખર વાળુ બનવવામા આવેલુ છે. અને તે કોતરણીથી સજ્જ છે. તેમાં વિશાળ ધર્મશાળાઓ અને સંતો અને યાત્રાળુઓ માટે રહેવાની વ્યવસ્થા કરાયેલી છે અને અનાજ ભરવા માટેના કોથારો બનાવેલા છે.
આ મંદિરમા સ્વામિનારાયણ ભગવાને 9 ઓક્ટોબર 1828 ના રોજ મૂર્તિઓ પધરાવીને આરતી કરી હતી.તેમા ગોપીનાથજીનુ સ્વરુપ પધરાવુ હતુ.
સ્વામિનારાયણ ભગવાન ગઢડામા ૨૯ વર્ષ રહી સત્સંગ કરાયો અને સમાજને જાગ્રત કર્યા, અને આ મંદિર
મહાન સાધુ સંતો થઈ ગયા ને ભગવાને ગઢડામા અનેક લીલા ચરિત્ર કર્યા.
ગઢડા મંદિરના શિખર સોનાથી ઢંકાયેલા છે.અને સ્વામિનારાયણ ભગવાને વચનામ્રુત ગ્રંથ ના ઘના વચનામ્રુત અહિથી રચના કરેલી છે જે હાલ પણ જેની કથા અને પારાયણ થાય છે.
સ્વામિનારાયણ ભગવાન ગઢડામા દાદા ખાચર ના દરબારમા સભા કરીને નિયમિત ઉપદેશ આપતા હતા.
લક્ષ્મીવાડી
લક્ષ્મીવાડી મા સ્વામિનારાયણ ભગવાનની અંતિમ વિધિ કરવામા આવી છે.
લક્ષ્મીવાડીમા નિસ્કુળાનંદ સ્વામિએ નિસ્કુળાનંદ કાવ્ય નામના ગ્રંથ ની રચના કરેલી છે અને ત્યા ૨(બે) આંબલી ની વચ્ચે હિચકો બાંધીને ભગવાન હિડોળે જુલતા હતા તેથી તે આંબલી પ્રસાદીની છે.
લક્ષ્મીવાડીમા ભગવાન રાસ રમતા હતા તે જગ્યા ઊપર હાલ પ્રસાદીની છત્રી કરેલ છે ત્યા ભાવિક ભક્તો દર્શન માટે જાય છે.
- Country – India
- State – Gujarat
- District – Gadhada