હઠીસિંહનાં દેરા એ ભારતમાં આવેલા ગુજરાત રાજ્યના એક સમયના રાજધાની શહેર અમદાવાદનું ઐતિહાસિક, પૌરાણિક તેમજ જોવાલાયક સ્થળ છે. હઠીસિંહનાં દેરા જૈન નગરશેઠ હઠીસિંહે બંધાવેલા જૈન દેરાસર છે, જે તેના સ્થાપત્ય અને કોતરણી માટે પ્રસિદ્ધ છે જે અમદાવાદનાં દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે અને જૈન ધર્મના શ્રદ્ધા સ્થળ તરીકે પ્રખ્યાત છે. તેનું નિર્માણ ઈ.સ. ૧૮પ૦માં થયું હતું.
દિલ્હી ગેટ બહાર સ્થિત, મંદિરના છુટાછવાયા કોર્ટયાર્ડ, એક મંડપ મોટી ધારવાળી ગુંબજ, જે 12 અલંકારીત થાંભલા દ્વારા આધારભૂત છે પૂર્વ છેડે પર નાના ગર્ભગ્રુહ (મુખ્ય મંદિર) ત્રણ અદભૂત કોતરવામાં સ્પાઇર્સ માં પહોંચે અને 52 નાના વિવિધ તીર્થંકરો સમર્પિત દેવળો દ્વારા ઘેરાયેલો છે. ત્યાં અદભૂત શણગારવામાં કૉલમ અને ત્રણ બાહ્ય બાજુઓ પર ભ્રામક કૌંસ મોટા દરવાજા ઉતારી રહ્યા છે. તાજેતરમાં વધુમાં મહાવીર સ્તંભ (લગભગ 78 ફૂટ ઊંચું) છે જે મંદિરના પ્રવેશદ્વાર પર છે.
એમ કહેવાય છે કે હઠીસિંહના દેરાસરની પ્રતિષ્ઠાના સમયે હરકુંવર શેઠાણીએ રૂપિયા પાંચ લાખ ખર્ચ્યા ! હરકુંવર શેઠાણીએ અનેક તીર્થોના સંઘો કાઢ્યા સમેત્તશિખર તીર્થનો મોટો સંઘ કાઢ્યો. અનેક જિનમંદિરોના જિર્ણોદ્ધાર કરાવ્યા. સરકારે તેમને ‘નેક નામદાર સખાવતે બહાદૂર’નો ખિતાબ આપ્યો.
પ્રતિષ્ઠાના સમયે પણ હરકુંવર શેઠાણીએ અનન્ય કૌશલ્ય દાખવ્યું. પ્રતિષ્ઠાના સમયે ગુજરાત અને ગુજરાત બહારથી લગભગ એક લાખ માણસો પ્રતિષ્ઠા માટે આવ્યા ! શેઠાણીએ સ્વયં સૌના ઉતારાની, ખાવા-પીવાની, પૂજન-ક્રિયામાં લાભ લઈ શકે તે માટેની તમામ વ્યવસ્થા ગોઠવી.
- Country – India
- State – Gujarat
- District – Ahmedabad