જગન્નાથ મંદિર એ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં અવેલુ મંદિર છે.જગન્નાથ મંદિરમાં પ્રવેશતાની સાથે મધ્યમાં મુખ્ય ત્રણ મૂર્તિ દ્રશ્યમાન થાય છે. જેમાં શ્વેત રંગની મૂર્તિ ભગવાન બલભદ્રજીની છે, પીળો રંગ ધારણ કરીને બેઠા છે સુભદ્રાજી, અને શ્યામવર્ણી મૂર્તિ આપણા શ્યામસુંદર, સૌના કષ્ટોને હરનારા ભગવાન જગન્નાથ. જગન્નાથજીના આ મંદિરમાં પ્રવેશતાં જ ભક્તોને પ્રભુના અદ્દભૂત સ્વરૂપના દર્શન થાય છે
જમાલપુર વિસ્તારમાં આવેલું મંદિર સાધુ સારંગદાસજી દ્વારા લગભગ 450 વર્ષ પહેલાં સ્થાપિત કરાયું હતું. આ મંદિર તેના વાર્ષિક તહેવાર રથયાત્રા માટે પ્રસિદ્ધ છે, જે પુરી અને કોલકાતા ખાતે રથ યાત્રા પછી ત્રીજા સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટું છે. ભક્તો માટે દરરોજ સવારે 4:30 થી બપોરે 1:00 અને બપોરે 3 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે છે.
The Rath Yatra
અમદાવાદમાં પણ આષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. અહીં ૧૪૦ વર્ષથી રથયાત્રા યોજાય છે. ઈ.સ.૨૦૧૭માં યોજાતી રથયાત્રા ૧૪૦મી રથયાત્રા છે. અહીં જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે. આ રથયાત્રાના એક પખવાડીયા પહેલાં, એટલે કે જેઠ માસની પૂનમને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ (જલયાત્રા) યોજાય છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. આ યાત્રામાં ૧૮-૨૦ હાથીઓ સાથે હજારો ભક્તો, માથે પીતળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે. સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે. ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે.
અમદાવાદમાં પણ આષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. અહીં ૧૪૦ વર્ષથી રથયાત્રા યોજાય છે. ઈ.સ.૨૦૧૭માં યોજાતી રથયાત્રા ૧૪૦મી રથયાત્રા છે.
અહીં જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે. આ રથયાત્રાના એક પખવાડીયા પહેલાં, એટલે કે જેઠ માસની પૂનમને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ (જલયાત્રા) યોજાય છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. આ યાત્રામાં ૧૮-૨૦ હાથીઓ સાથે હજારો ભક્તો, માથે પીતળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે. સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે. ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે.
Main article:
ભક્તજનોને અહીંયાં પ્રસાદમાં માલપુઆ, ગાંઠિયા, અને બૂંદીનો પ્રસાદ અપાય છે. ભક્તજનોને પ્રસાદ પીરસવા માટે આ મંદિરમાં રસોડું રોજના માટે ધમ-ધોકાર ચાલે છે અને આ ધામમાં બારેમાસ ભંડારો થાય છે. જગન્નાથજીના આ મંદિરમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તે અહીંના પ્રસાદ માલપુઆ અને દુધપાકનો પ્રસાદ અચૂક ગ્રહણ કરે છે. વર્ષ 2000 માં જગન્નાથજી મંદિરની ફરીથી પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
- Country – India
- State – Gujarat
- District – Ahmedabad