કલેશ્વરી સ્મારક સમુહ
કલેશ્વરી સ્મારક સમુહ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલું પૌરાણિક સ્થળ છે. આ સ્થળ કલેશ્વરીની નાળ તરીકે પણ પ્રખ્યાત છે.
આ જૂથમાં ગૂંચવણભર્યા કોતરણીવાળા મંદિરના ખંડેરો, બે પગથિયા કુવાઓ, એક જળાશય, શૃંગારિક શિલ્પોના પટ્ટાઓ અને મૂર્તિઓ છે, જે સમગ્ર વિસ્તાર પર વેરવિખેર છે. આ ખંડેર પહાડ પર અનેક ટેકરીઅઓ આવેલી છે. તેઓ 10 મી અને 16 મી સદી વચ્ચે બાંધવામાં આવ્યા છે અને 18 મી સદી પછી કેટલાક સ્મારકોનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે.
History
હેડંબા કુંડ તરીકે ઓળખાતો કુંડ ૨૨ મીટરના સમચોરસ ઘેરાવામાં આવેલો છે. આ કુંડ લગભગ ૧૧મી કે ૧૨મી સદીમાં લેટ્રેઈટ પ્રકારના રેતીના પથ્થરો દ્વારા બાંધવામાં આવ્યો હોવાનું મનાય છે. આ કુંડની પ્રત્યેક બાજુની ધાર પર કાટખુણે ઉતરતા ક્રમમાં પાંચ પગથીયાં છે જે કુંડના નીચલા સ્તર તરફ લઈ જાય છે. કુંડની અંદરની તરફ દરેક દિવાલની મધ્યમાં વિશિષ્ટ પ્રકારની એક જ પથ્થરમાંથી કોતરાયેલી તથા વિશિષ્ઠ અંગભંગીમાઓ ધરાવતી મુર્તિઓ છે. આ બધામાં શેષશયી વિષ્ણુ, ભગવાન શિવની અને સ્થાનિક લોકનૃત્ય સમુહની પ્રતિમાઓ ખાસ ધ્યાન દોરે છે. પરંપરાગત રીતે આ કુંડનું પાણી ધાર્મિક વિધિવિધાન અને તેને લગતા સ્નાન માટે જ વપરાતું, પીવા નહીં.
Monuments
કલેશ્વરી સ્મારક : મુખ્ય દરવાજો, વહુની વાવ, સાસુની વાવ, ઘુમ્મટવાળું મંદિર,કલેશ્વરી માતાનું મંદિર, કુંડ, કુવો, શિલ્પ ગેલેરી, શિકાર મઢી, ડુગરની ટોચ તરફ દોરી જતી સીડી, જળ પ્રવાહ, સ્મશાન ભુમિ
- Country – India
- State – Gujarat
- District – Mahisagar