ગુજરાતમા કચ્છમા કાલો ડુંગર આવેલો છે.તે કચ્છનું સૌથી ઉંચું શિખર છે,ભુજથી ૯૭ કિ.મી.દુર છે અને ખાવડાથી 25 કિમી દૂર છે.કદાચ કચ્છમાં આ એકમાત્ર સ્થળ છે જ્યાંથી કચ્છના રણનું વિશાળ દૃશ્ય શક્ય છે.તે પાકિસ્તાનની સરહદ નજીક આવેલી હોવાથી ટોચ પર એક આર્મી પોસ્ટ છે ને અહીંથી આગળ માત્ર લશ્કરી કર્મચારીઓની મંજૂરી છે
કાળો ડુંગર ૪૦૦ વર્ષ જૂનાં દત્તાત્રેય મંદિર માટે જાણીતો છે. દંતકથા મુજબ જ્યારે દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ કાળા ડુંગર પાસે રોકાયા અને ત્યાં ભૂખ્યા શિયાળોનું ટોળું તેમને જોવા મળ્યું. તેમણે પોતાના શરીરનો ભાગ શિયાળના ટોળાંને ખાવા માટે આપ્યો અને શિયાળોએ તે ખાધાં પછી દત્તાત્રેયના અંગો ફરીથી ઉગવા માંડ્યા. આના કારણે છેલ્લાં ચારસો વર્ષોથી મંદિરનો પૂજારી રાંધેલા ભાતનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને ધરાવે છે.
- Country – India
- State – Gujarat
- District – Kutch