મછુન્દ્રી નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢના ગીરના જંગલમાંથી નીકળતી એક નદી છે, જેનુ મૂળ ગીર વન છે.આ નદી ઉના તાલુકાના નવાબંદર ગામ પાસે અરબી સમુદ્રમાં મળી જાય છે.
તેની મહત્તમ લંબાઈ 59 કિ.મી. અને કુલ જળ વિસ્તાર 406 કિમી છે.
ઉના તાલુકામાં આવેલા કોદિયા ગામ પાસે આ નદી ઉપર એક મોટો બંધ બાંધવામાં આવેલ છે, જેની સિંચાઈનો લાભ ઉના તાલુકાના ગામોને મળે છે.
મછુન્દ્રી નદીને બંને બાજુ ઘટાટોપ વનરાઈ, ઉંચી-નીચી ભેખડો, માલધારીઓ તથા સિંહો જોવા મળે છે. જંગલ વિસ્તારમાંથી પસાર થતી આ નદીના કાંઠે દ્રોણેશ્વર મહાદેવનું પુરાતન મંદિર આવેલુ છે.
- Country – India
- State – Gujarat
- Length – 59 km (37 mile)