મીંઢોળા નદી ગુજરાતની પશ્ચિમ ભારતની એક નદી છે,એ તાપી અને સુરત જિલ્લાની મહત્વની નદી છે, જેની ઉત્પત્તિ સોનગઢ તાલુકાના ડોસવાડા ગામની ઉપરવાસમાં આવેલા જંગલ વિસ્તારમાંથી થાય છે.
આ નદીની કુલ લંબાઈ ૧૦૫ કિ. મી. અને સ્ત્રાવ વિસ્તાર (કૅચમેન્ટ એરિયા) ૧૫૧૮ ચોરસ કિલોમીટર જેટલો છે.આ નદીનો અંત અરબી સમુદ્રમાં ઉભરાટ નજીક આવેલા દાંતી ગામ પાસે થાય છે.
આ નદી વાંકાચુકા વળાંકો વાળી છે.
મીંઢોળા નદી પર વાહન-વ્યવહારના લગભગ ૧૪ જેટલા પુલો આવેલા છે.
મીંઢોળા નદીને કીનારે બાજીપુરા, મલેકપુર જેવા ગામો વસ્યા છે.
- Country – India
- State – Gujarat
- Length – 105 km (65 mile)