પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાગાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શકિતપીઠ ધામ, ધાર્મિક તીર્થસ્થાન અને પ્રાકૃતિક સૌંદર્યધામ ગણાય છે.
ભારતમાં ગુજરાત રાજ્યના વડોદરાથી લગભગ 46 કિલોમીટર (29 માઇલ) દૂર પંચમહાલ જિલ્લામા એક નગરપાલિકા છે.
આ રમણીય યાત્રાધામ તળેટી, માંચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. આ પર્વતની ટોચ પર બિરાજમાન આધશકિત શ્રી કાલિકાદેવીનું મંદિર એ સૌથી ઉંચાઈનો ભાગ રળિયામણો અને વિશાળ મેદાની વિસ્તારમાં પથરાયેલ છે. અહીં સ્થિત છાશિયું અને દુધિયું તળાવ તેમજ પ્રાચીન લકુલીશ મંદિર ભાવિકોમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે.
આશરે ૧૫૦૦ જેટલા પગથિયા છે તે ચડ્વા માટે એકાદ કલાકમાં જેટલો સમય લાગે છે.
- Country – India
- State – Gujarat
- District – Panchmahal
- Elevation – 762 m (2,500 ft)