રાજસ્થાન સરહદ નજીક આવેલુ એક પ્રાચીન શહેર છે. શાસકો, દુશ્મનો, નાગરિકો, ગુસ્સે ભરાયેલી પત્નીઓ,સૂર્યથી પણ છૂપવવા માટેનુ સ્થળ હતુ, જે પૂર્વ અને પશ્ચિમ પર પવિત્ર ટેકરીઓ વચ્ચે આવેલુ છે.
આ પ્રાચીન મંદિરમાં કેટલાક હજુ પણ આ ગાઢ જંગલની અંદર ભક્તિ કરે છે, તે પોતેના જાતથી જ એક મોટુ મંદિર, અને ઝાડ પોતેજ દેવતાઓ.
આદિવાસી વસાહતો તેમનુ જીવન જંગલમાં જોડાયેલુ છે, જેમનાથી તમે વિશ્વના ઊંડાણ માં રહેલા અવાજને સાંભળતા શીખી શકો છો. સાંભળો. શીખો. સ્વયંને જાણો. તમે તમારા ઘર, તમારા શહેર, તમારા રસ્તા પર પાછા આવી શકો છો, પરંતુ જંગલ તમને છોડશે નહીં.
પોલો ફોરેસ્ટ – અમદાવાદ નજીક લીલું રસદાર જંગલ વિસ્તાર:
પોલો ફોરેસ્ટ ગુજરાતના વિજયનગર તાલુકામાં આવેલા અભપુર ગામ નજીક 400 ચો.કિ.મી.માં ફેલાયેલો એક સુંદર વન વિસ્તાર છે. અમદાવાદ શહેરથી માત્ર 150 કિ.મી.ના અંતરે આવેલું છે. તમે અમદાવાદથી એક દિવસની પિકનીકની યોજના પણ કરી શકો છો અને પોલો ફોરેસ્ટ લીલું રસદાર જંગલ શોધી શકો છો.
પોલો ફોરેસ્ટ માં કોઈ પરવાનગીની આવશ્યકતા નથી અથવા કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. તમે ઇડર થઈને સીધા જ આ સ્થળ પર તમારા કુટુંબ, મિત્રો અથવા બાળક સાથે જઈ શકો છો અને આનંદ લઈ શકો છો. આભપુર માં રહેલા ગ્રામવાસીઓ અત્યંત નમ્ર અને સહાયક છે તે લોકો ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં સારુ જ્ઞાન ધરાવે છે.
જોવાલાયક સ્થળો:
પોલો ફોરેસ્ટ સુંદર ટેકરીઓથી ઘેરાયેલો છે જ્યાંથી હરણાવ નદી નીકળે છે અને જંગલમાં ફેલાયેલી છે. નજીકના વિસ્તારોમાં તમે હરણાવ ડેમ, પ્રાચીન શિવ મંદિર, જૈન મંદિર અને અન્ય વારસા સ્થળની મુલાકાત લઈ શકો છો. જો તમે એક દિવસ પસાર કરી શકો, તો તમે એક માર્ગદર્શક પણ મેળવી શકો છો અને પોલો ફોરેસ્ટના પર્વતોમાં ટ્રેકિંગ કરી શકો છો. ટ્રેકિંગ કરવાના ઘણા રસ્તાઓ છે જે માર્ગદર્શક ના મદદ થી શોધી શકાય છે.
રહેવાલાયક સ્થળ:
પોલો ફોરેસ્ટમાં રાત્રી રોકાણ માટે મર્યાદિત વિકલ્પો ઉપલબ્ધ છે. સૌથી શ્રેષ્ઠ અને વધુ આર્થિક વિકલ્પ પોલો કેમ્પ સાઇટ પર રહેવાનું છે, જે ગુજરાત રાજ્યના જંગલ ખાતા દ્વારા સંચાલિત છે. પોલો કેમ્પ સાઇટમાં રહેવા માટે તમારે હિમાતાનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તમારા કેમ્પને અગાઉથી બુક કરવો પડે છે. તમારે તેમને લોકોની સંખ્યા અને રૂમના પ્રકારો (એસી કે નોન એસી), તારીખ સાથે ઇમેઇલ મોકલવાનો હોય છે. તેઓ રૂમની ઉપલબ્ધતાના આધારે તમારા બુકીગને પોલો કેમ્પસાઇટમાં પુષ્ટિ કરશે.
આ ઉપરાંત, ત્યાં 2-3 પ્રાઈવેટ(ખાનગી) હોટેલ છે જે 2500 થી 4000 પ્રતિ રાત જેટલી ઊંચી કિંમતે રૂમ આપે છે.
ફૂડસ(ભોજન):
ખોરાક માટે મર્યાદિત વિકલ્પ ઉપલબ્ધ છે અને તમારે ઢાબા પર જ આધાર રાખવો પડશે. પોલો કેમ્પસાઇટને પોતાનુ રસોડું છે પરંતુ તે તેમના મહેમાન સુધી મર્યાદિત છે અને સાદા ખોરાકની સેવા આપે છે. જો તમે પિકનીકનું આયોજન કરી રહ્યા હોવ, તો અમે ભલામણ કરીએ છે કે તમે ઘરેથી જ ખોરાક અને પાણી સાથે લઈને જાવો.
પોલો ફેસ્ટિવલ:
દર વર્ષે, ગુજરાત સરકાર સારી રીતે આયોજિત કરીને પોલો ફેસ્ટિવલ ઊજવે છે જેમાં સાહસિક પ્રવૃત્તિઓ, સાઇકલિંગ, કેમ્પિંગ અને ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. પોલો ફોરેસ્ટમાં પોલો કેંમ્પ સીટી નુ સુયોજન હોય છે જ્યાં તમે રોકાઈ શકો છો અને પોલો ઉત્સવનો આનંદ માણી શકો છો.