રાવલ નદી ગુજરાતની પશ્ચિમ ભારતની એક નદી છે, જેનુ મૂળ જૂનાગઢનુ ગીરનુ જંગલ છે. પૂર્વ ગીરના જંગલમાં આવેલા દુધાળા ગામના ઉપરના ભાગેથી આ નદી નીકળે છે.તેની મહત્તમ લંબાઈ 65 કિલોમીટર છે. અને સ્ત્રાવક્ષેત્ર ૪૩૬ ચો.કિ.મી (૧૬૮ ચો માઈલ) છે.
રાવલ નદી પરના બંધમાંથી પાઇપલાઇન દ્વારા દીવને પીવાનું પાણી પણ પુરું પાડવામાં આવે છે. આ નદીના બંધમાં જમરી નદીનું પાણી પણ ઠલવાય છે.
ઝવેરચંદ મેઘાણીએ રાવલ નદીને “અબોલા રાણી” કહી છે.
ઉના તાલુકામાં જ આવેલા ચીખલકુબા ગામ પાસે આ નદી ઉપર એક મોટો બંધ બાંધવામાં આવેલ છે.
- Country – India
- State – Gujarat
- Length – 65 km (40 mile)