ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર શહેર ખાતે આવેલું છે. આ શહેરમાં સાબર ડેરી જાણીતી છે, જ્યાં આખા જિલ્લાનું દૂધ ટૅન્કરો મારફતે જમા થાય છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૭,૩૯૦ ચોરસ કિમી છે.
સાબરકાંઠા જિલ્લામાં કુલ ૧૩ તાલુકા અને ૧૩૮૯ ગામડાઓ આવેલા છે,નગરપાલિકાની સંખ્યા ૭ છે.
સાબરકાંઠા જિલ્લામાં ‘‘કાર્તિકીપૂર્ણિમા”નો શામળાજીનો મેળો, ‘‘ભાદરવી પૂનમ”નો ખેડબહ્મમાં ‘‘અંબાજીનો મેળો”, હોળી પછીના ચૌદમાં દિવસે લાંબડીયા વિસ્તારમાં ભરાતો ‘‘ચિત્ર-વિચિત્ર”નો લોકમેળો ખ્યાતનામ છે. લોકો મોટી સંખ્યામાં મેળામાં ઉમટી પડે છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૮ અહીંથી પસાર થાય છે.
ઇ.સ. ૧૧૦૦ માં બંધાયેલા શરણેશ્વર મહાદેવના મંદિરનો અલ્લાઉદ્ીન ખીલજીના ભાઇ અલફખાને પાટણની ચડાઇ વખતે નાશ કર્યો. આ મંદિરની દરેક બાજુએ સુંદર શિલ્પકામ કરેલું છે. પુરાતત્વ વિધાખાતા તરફથી તેના સંરક્ષણ માટે કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે.
સાબરકાંઠા જિલ્લાની નદીઓ: સાબરમતી, ખારી, મેશ્વો, હરણાવ,વાત્રક,માજુમ.
સાબરકાંઠા જિલ્લાના પાક: ડાગર, બાજરી, કપાસ, ધઉ, જુવાર,તમાકુ, મગફળી, એરડા, રાયડો.
સાબરકાંઠા જિલ્લાના જોવા લાયક સ્થળોમઃ ઝાંઝરી, ભિલોડા, તાલુકાનું વિષ્ણું મંદિર શામળાજી, જૈન પોળો – સરણેશ્વર મહાદેવ મંદિર, સપ્તેશ્વર મહાદેવ મંદિર, મહાકાલી મંદિર સાંપડ, મીની પાવાગઢ, જુના ભવનાથ મંદિર, રોડાના મંદિરો :રોડા , ઈડરીયો ગઢ : ઈડર, ગુણભાખરી ( ચિત્ર વિચીત્રનો મેળો ), વિરેશ્વર મહાદેવ, હિંમતનગર, નાના અંબાજી ખેડબ્રહમા.
- Country – India
- State – Gujarat
- Headquarters – Himatnagar
- Official Languages Gujarati, Hindi, English
- ISO 3166 code – GJ-IN