વિલ્સન હિલ સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદમાં વસેલા ધરમપુર તાલુકામાં નવા ગિરિમથક તરીકે વિકસી રહેલું એક સ્થળ છે.
ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં, પર્વતની ટોચ ઉપર, દરિયાઈ સપાટીથી ર૩૦૦ ફૂટની ઊંચાઇ પર સ્થિત પંગારબારી ગામે આવેલું આ નયનરમ્ય સ્થળ, પ્રકૃત્તિ પ્રેમીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.
આ હરિયાળા સ્થળ ઊપરથી નીચે ખીણમાં પથરાયેલી વનરાજી, અને ક્ષિતિજમાં આથમતો સૂર્ય માણવા માટે પ્રવાસીઓ હંમેશા આવતા હોય છે.
- Country – India
- State – Gujarat
- Elevation – 870 m (2,850 ft)